Sunday, December 30, 2012

સરદાર વિદ્યાલય


ખર્યું નથી પાંદડું એકેય પાનખર માં,
ચોક્કસ સમાયું હશે કૈક એની માવજત માં.

વર્ષો થી સતત પાંદડા આવે છે નવા, જુના ખર્યા સિવાય,
બધા ચઢે છે ઉંચે, એકેય નીચે પડ્યા સિવાય.

સતત મળતું રહે છે એને સંસ્કાર રૂપી પોષણ,
તેથી ચમકતા રહે છે લીલાં, પીળા પડ્યા સિવાય.

મજબૂત છે ખૂબ એની શિસ્ત અને નિયમો નો પાયો,
તેથી ઉભું રહ્યું છે વર્ષો થી અડગ, ડગ્યા સિવાય.

પૂછે છે જો મને કોઈ, એવું તે વળી કયું વૃક્ષ છે ?
ત્યારે કહું છું ગર્વ થી સહેજેય અટક્યા સિવાય,
"સરદાર વિદ્યાલય" નામ છે એનું....સમજ્યા કે ભાઈ?

રોનક શાહ...