Wednesday, January 10, 2018

દરિયો


                                                   

તું રોક ના એને,
      એ તો છે જ દિવાનો.
કેહવા છતાંય તારું ,
      એ ક્યાં છે માનવાનો.

રહે છે મસ્ત  એ તો સદાય એની મસ્તી  માં,
                  નથી એને કોઈ રસ તારી હસ્તી માં.
શરીર ની જેમ એનું દિલ પણ છે વિશાળ,
                    આવડે બધા પાઠ ઉદારીના, વગર ગયે નિશાળ.

અંત નથી એનો કોઈ એ તો અનંત છે,
              માપી ના શકે એને કોઈ એવો એ મહંત છે,
મોટા મોટા જહાજો ને નચાવનાર એને "રોનક "
                 માત્ર "ચંદ્ર" જ નચાવે છે.



રોનક શાહ.....

Sunday, December 30, 2012

સરદાર વિદ્યાલય


ખર્યું નથી પાંદડું એકેય પાનખર માં,
ચોક્કસ સમાયું હશે કૈક એની માવજત માં.

વર્ષો થી સતત પાંદડા આવે છે નવા, જુના ખર્યા સિવાય,
બધા ચઢે છે ઉંચે, એકેય નીચે પડ્યા સિવાય.

સતત મળતું રહે છે એને સંસ્કાર રૂપી પોષણ,
તેથી ચમકતા રહે છે લીલાં, પીળા પડ્યા સિવાય.

મજબૂત છે ખૂબ એની શિસ્ત અને નિયમો નો પાયો,
તેથી ઉભું રહ્યું છે વર્ષો થી અડગ, ડગ્યા સિવાય.

પૂછે છે જો મને કોઈ, એવું તે વળી કયું વૃક્ષ છે ?
ત્યારે કહું છું ગર્વ થી સહેજેય અટક્યા સિવાય,
"સરદાર વિદ્યાલય" નામ છે એનું....સમજ્યા કે ભાઈ?

રોનક શાહ...

Saturday, February 27, 2010

મુક્તક


હવે આ બાબત માં તું ઝાઝા સાલ ના કર,
આપી શક્યો હોત જો જવાબ તો ક્યારનોય તારો થઇ ગયો હોત.

Saturday, February 20, 2010


વેચુ છું પ્રેમ ના બદલા માં પ્રેમ,
વેપાર હું સદા રોકડો રાખું છું.

કે નૈ થાય આ દિલ માં દરબાર માં ખોટ કદી,
હું હિસાબ પેહલે થી જ બીરબલ જેવો રાખું છું.

કવિતા


ઈશ્વર ના આશીર્વાદ એટલે કવિતા,
માં ના હાથ નો સ્વાદ એટલે કવિતા,
કહેરનાર ના મન ની વાત એટલે કવિતા ,
શિક્ષક નો મીઠો માર એટલે કવિતા.

મૂંગા નો બુલંદ અવાજ એટલે કવિતા,
ને આંધળા ની ત્રીજી આંખ એટલે કવિતા,
સુંવાળી ચાંદની રાત એટલે કવિતા,
ને તમરાનો તીણો આવાજ એટલે કવિતા.

પાનખર માં ખીલેલું વૃક્ષ એટલે કવિતા,
ને રાણ માં ખીલેલું ગુલાબ એટલે કવિતા,
પ્રેમી નો એકાંત એટલે કવિતા,
ને કવિનો નવરાશ એટલે કવિતા.

૧૨-૦૮-૨૦૦૬
રોનક શાહ.